عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Cow [Al-Baqara] - Gujarati translation - Ayah 233

Surah The Cow [Al-Baqara] Ayah 286 Location Madanah Number 2

۞ وَٱلۡوَٰلِدَٰتُ يُرۡضِعۡنَ أَوۡلَٰدَهُنَّ حَوۡلَيۡنِ كَامِلَيۡنِۖ لِمَنۡ أَرَادَ أَن يُتِمَّ ٱلرَّضَاعَةَۚ وَعَلَى ٱلۡمَوۡلُودِ لَهُۥ رِزۡقُهُنَّ وَكِسۡوَتُهُنَّ بِٱلۡمَعۡرُوفِۚ لَا تُكَلَّفُ نَفۡسٌ إِلَّا وُسۡعَهَاۚ لَا تُضَآرَّ وَٰلِدَةُۢ بِوَلَدِهَا وَلَا مَوۡلُودٞ لَّهُۥ بِوَلَدِهِۦۚ وَعَلَى ٱلۡوَارِثِ مِثۡلُ ذَٰلِكَۗ فَإِنۡ أَرَادَا فِصَالًا عَن تَرَاضٖ مِّنۡهُمَا وَتَشَاوُرٖ فَلَا جُنَاحَ عَلَيۡهِمَاۗ وَإِنۡ أَرَدتُّمۡ أَن تَسۡتَرۡضِعُوٓاْ أَوۡلَٰدَكُمۡ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ إِذَا سَلَّمۡتُم مَّآ ءَاتَيۡتُم بِٱلۡمَعۡرُوفِۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ [٢٣٣]

૨૩૩. અને જે પિતા (જુદાઈ) પછી ઇચ્છતો હોય કે તેનું બાળક સંપૂર્ણ બે વર્ષ દૂધ પીવે, તો માતા તેને સંપૂર્ણ બે વર્ષ સુધી દૂધ પીવડાવે, અને માતા અને બાળકનો ખવાપીવા અને પોશાકની જવાબદારી તેના પર છે, જેનું બાળક હોય, (અર્થાત તેના પિતા), અને આ ખર્ચ તે નિયમ પ્રમાણે આપતો રહશે, પરંતુ કોઈ વ્યક્તિ પર તેની તાકાતથી વધુ ભાર નાખવામાં નહીં આવે, ન તો માતાને પોતાના બાળકના કારણે તેમજ ન તો પિતાના પોતાના બાળકના કારણે તકલીફ આપવામાં આવશે, અને (જો પિતા મૃત્યુ પામે તો) ભરણપોષણ ની જવાબદારી વારસદાર પર છે, અને (બે વર્ષ પહેલાં) એકબીજાના સુલેહ સૂચનથી દૂધ છોડાવવા માંગે તો તેના પર કોઈ ગુનોહ નથી, અને જો તમે પોતાના બાળકને કોઈ દાયા (દૂધ પીવડાવનારી સ્ત્રી) પાસે દૂધ પીવડાવવા ઈચ્છો તો પણ કંઈ વાંધો નથી, અને તમે દાયાને કાયદા પ્રમાણે તેનું મહેનતાણું આપી દો, જે તમે નક્કી કર્યું હોય, અને અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે તમે જે કંઈ પણ કરો છો, અલ્લાહ તેને જોઈ રહ્યો છે.