عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Prostration [As-Sajda] - Gujarati translation

Surah The Prostration [As-Sajda] Ayah 30 Location Maccah Number 32

૧. અલિફ-લામ-મીમ્ [1]

૨. આ વાતમાં કોઈ શંકા નથી કે આ કિતાબ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે.

૩. શું આ લોકો કહે છે કે તેણે (મુહમ્મદ) આ કુરઆનને ઘડી કાઢ્યું છે? (વાત એવી નથી) પરંતુ આ તમારા પાલનહાર તરફથી સત્ય છે. જેથી તમે તે લોકોને સચેત કરો, જેમની તરફ તમારા પહેલા કોઇ સચેત કરનાર નથી આવ્યા, જેથી તેઓ હિદાયત પર આવી જાય.

૪. અલ્લાહ તઆલા તે છે, જેણે આકાશો અને ધરતી અને જે કંઈ તે બન્ને વચ્ચે છે, સૌનું સર્જન છ દિવસમાં કર્યું, પછી અર્શ પર બિરાજમાન થયો, તમારા માટે તેના સિવાય કોઇ મદદ કરનાર અને ભલામણ કરનાર નથી, તો પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા.

૫. તે આકાશથી ધરતી સુધી (બધા) કાર્યની વ્યવસ્થા કરે છે, પછી તે કાર્ય એક એવા દિવસમાં તેની તરફ ચઢી જાય છે, જેની ગણતરી તમારા પ્રમાણે એક હજાર વર્ષ જેટલી છે.

૬. તે જ છે, જે દરેક છૂપી અને જાહેર વાતોને જાણે છે, તે પ્રભુત્વશાળી અને રહેમ કરવાવાળો છે.

૭. જેણે દરેક વસ્તુ ખૂબ સારી રીતે બનાવી અને માનવીની બનાવટ માટી વડે શરૂ કરી.

૮. પછી તેની પેઢીને એક તુચ્છ પાણીના ટીપાં વડે ચલાવી.

૯. જેને વ્યવસ્થિત કરી, તેમાં પોતાની રૂહ ફૂંકી, તેણે જ તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા. પરંતુ તમે ઘણો ઓછો આભાર વ્યક્ત કરો છો.

૧૦. અને તેમણે કહ્યું, શું જ્યારે અમે ધરતીમાં સમાઇ જઇશું, શું ફરીવાર જીવિત કરવામાં આવીશું? (વાત એવી છે) કે, તે લોકો પોતાના પાલનહારની મુલાકાતને જુઠલાવે છે.

૧૧. તમે તેમને કહી દો કે તમને મૃત્યુનો ફરિશ્તો, જે તમારા પર નક્કી કરવામાં આવ્યો છે, તે તમારા પ્રાણ કાઢી લેશે, પછી તમે સૌ પોતાના પાલનહાર તરફ પાછા ફેરવવામાં આવશો.

૧૨. કદાચ કે તમે જોતા જ્યારે કે અપરાધી લોકો પોતાના પાલનહાર સામે માથા ઝુકાવી ઊભા હશે, (અને કહેશે), હે અમારા પાલનહાર! અમે બધું જ જોઇ લીધું અને સાંભળી લીધું, હવે તું અમને પાછા મોકલી દે, અમે સત્કાર્યો કરીશું અમને યકીન થઇ ગયું છે.

૧૩. જો અમે ઇચ્છતા તો (પહેલાથી જ) દરેક વ્યક્તિને હિદાયત આપી દેત, પરંતુ મારી આ વાત સાચી છે કે હું જરૂર જહન્નમને માનવીઓ અને જિન્નાતોથી ભરી દઇશ.

૧૪. અને આ દિવસની મુલાકાતને તમે ભૂલી ગયા હતા, તેના કારણે હવે તમે જહન્નમનો સ્વાદ ચાખો, અમે પણ તમને ભૂલાવી દીધા અને પોતાના કરેલા કાર્યોના કારણે હંમેશા રહેવાવાળો અઝાબ ચાખો.

૧૫. અમારી આયતો પર તે જ લોકો ઈમાન લાવે છે જેમની સમક્ષ જ્યારે પણ શિખામણ આપવામાં આવે છે, તો તેઓ સિજદામાં પડી જાય છે અને પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરે છે અને ઘમંડ નથી કરતા.

૧૬. તેમના પડખા પોતાની પથારીથી અલગ રહે છે, પોતાના પાલનહારને ડર અને આશા સાથે પોકારે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેઓ ખર્ચ કરે છે.

૧૭. કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે.

૧૮. શું તે લોકો, જેઓ ઈમાન લાવ્યા, વિદ્રોહીઓ જેવા હોઇ શકે છે? આ સરખા નથી.

૧૯. જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો પણ કર્યા, તેમના માટે હંમેશાવાળી જન્નતો છે, મહેમાન નવાજી છે, તેમના તે કાર્યોના કારણે જે તેઓ કરતા હતા.

૨૦. પરંતુ જે લોકો નાફરમાન છે, તેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યારે પણ તેમાંથી બહાર નીકળવા ઇચ્છશે, તેમાંજ પાછા ફેરવવામાં આવશે અને કહી દેવામાં આવશે કે પોતાના જુઠલાવવાના કારણે આગનો અઝાબ ચાખો.

૨૧. નિ:શંક અમે તેમને (કયામતના) મોટા અઝાબ પહેલા નાના નાના અઝાબનો સ્વાદ ચાખાડીશું, કદાચ તેઓ (પોતાની આદત) છોડી દે.

૨૨. તેના કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે? જેને અલ્લાહની આયતો દ્વારા શિખામણ આપવામાં આવી હોય, તો પણ તે આનાથી મોઢું ફેરવી લીધું. નિ:શંક અમે પણ પાપીઓ સાથે બદલો લેવાવાળા છે.

૨૩. નિ:શંક અમે મૂસાને કિતાબ આપી, બસ! (હે નબી) કિતાબ બાબતે તમારે શંકા ન કરવી જોઈએ, અને અમે આ કિતાબને બની ઇસ્રાઇલ માટે હિદાયત બનાવી.

૨૪. અને જ્યારે તે લોકોએ (મુસીબત પર) સબર કર્યું, તો અમે તે લોકો માંથી એવા નાયબ બનાવ્યા જેઓ અમારા આદેશ દ્વારા લોકોને સત્ય માર્ગ પર બોલાવતા હતા અને તેઓ અમારી આયતો પર ઈમાન ધરાવતા હતા.

૨૫. તમારો પાલનહાર કયામતના દિવસે તેમની વચ્ચે તે વાતોનો નિર્ણય કરી દેશે, જેમાં તેઓ વિવાદ કરતા હતા.

૨૬. શું આ (કાફીરો)ને એ વાતથી પણ હિદાયત ન મળી કે અમે આ પહેલા ઘણી કોમોને નષ્ટ કરી ચુક્યા છે, જેમના ઘરોમાં આ લોકો હરીફરી રહ્યા છે, ખરેખર આમાં મોટી નિશાનીઓ છે, શું આ લોકો સાંભળતા નથી?

૨૭. શું આ લોકો જોતા નથી કે અમે પાણીને ઉજ્જડ ધરતી તરફ લઇ જઇએ છીએ, પછી તેના વડે અમે ખેતીઓ ઊપજાવીએ છીએ, જેનાથી તેમના ઢોરો અને તે પોતે ખાય છે. શું તો પણ આ લોકો સમજતા નથી?

૨૮. અને કહે છે કે જો તમે સાચા છો તો આ ફેંસલો ક્યારે આવશે?

૨૯. જવાબ આપી દો કે જે દિવસ ફેસલાનો હશે, તો જે લોકોએ કુફર કર્યું તેમને તે દિવસે ઈમાન લાવવું કઈ ફાયદો નહી પહોચાડે અને ન તો તેમને કઈ મહેતલ આપવામાં આવશે.

૩૦. હવે તમે તેમના વિશે વિચારવાનું છોડી દો અને રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ.