عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The moon [Al-Qamar] - Gujarati translation

Surah The moon [Al-Qamar] Ayah 55 Location Maccah Number 54

૧. કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો.

૨. આ (કાફિર) જો કોઇ નિશાની જોઇ લે છે, તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો જાદુ છે, જે પહેલાથી ચાલતું આવ્યું છે.

૩. તેમણે તેને જુઠલાવ્યા અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યું. જ્યારે કે દરેક કાર્યનો એક સમય નક્કી છે.

૪. નિ:શંક તેમની પાસે (પહેલાની કોમોની) ખબર પહોચી ગઈ છે, જેમાં ઘણી ચેતવણીઓ છે.

૫. (તેમાં) સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ ચેતવણીઓ તેમના કોઈ કામમાં ન આવી.

૬. બસ! (હે પયગંબર) તમે તેમના પરવા ન કરશો, જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે,

૭. આ લોકો તે દિવસે પોતાની આંખો ઝુકાવી કબરોમાંથી એવી રીતે નીકળશે, જેવાકે વિખેરાયેલા તીડાં છે.

૮. પોકારવાવાળા તરફ દોડતા હશે, (તે દિવસે) કાફિર કહેશે કે આ દિવસ ઘણો જ સખત છે.

૯. તેમના પહેલા નૂહની કોમ પણ અમારા બંદાને જુઠલાવી ચૂકી છે અને કહેવા લાગ્યા કે આ તો પાગલ છે, અને તેને ઝાટકી નાખ્યો હતો.

૧૦. બસ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર થઇ ગયો છું, હવે તું તેમનાથી બદલો લે.

૧૧. ત્યારે અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા.

૧૨. અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું

૧૩. અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા.

૧૪. જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો, તે લોકો માટે જેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો.

૧૫. અને તે હોડીને અમે એક નિશાની બનાવી છોડી દીધી, શું કોઈ છે શિખામણ પ્રાપ્ત કરનાર?

૧૬. પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

૧૭. અને નિ:શંક અમે આ કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર?

૧૮. આદની કોમે પણ જુઠલાવ્યા, બસ! પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

૧૯. અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું, જે સતત ચાલતું રહ્યું.

૨૦. જે લોકોને એવી રીતે ઉખાડી ફેંકતુ હતું, જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો હોય.

૨૧. પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

૨૨. નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર?

૨૩. ષમૂદની કોમે પણ ચેતવણી આપનારને જુઠલાવ્યા હતા.

૨૪. અને તેઓ કહેવા લાગ્યા શું અમારા માંથી જ એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ? ત્યારે તો અમે ગુમરાહી અને પાગલપણામાં પડી જઈશું.

૨૫. શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી? ના પરંતુ તે તો જુઠો અને બડાઈ મારનાર છે.

૨૬. આ લોકો નજીકમાં જ જાણી લે શે કે જુઠો અને બડાઈ મારનાર કોણ છે?

૨૭. (હે સાલિહ) અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલી રહ્યા છે. બસ! તમે સાબર કરી તેમના (પરિણામ)ની રાહ જુવો.

૨૮. હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેમની અને ઊંટણીની વચ્ચે વહેંચાય જશે, દરેક પોતાની વારી પર હાજર થશે.

૨૯. તેમણે પોતાના એક સાથીને બોલાવ્યો, જેણે હુમલો કર્યો અને તેના પગ કાપી નાખ્યા.

૩૦. પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

૩૧. અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ હોય.

૩૨. અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે?

૩૩. લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા.

૩૪. નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. પરંતુ અમે લૂતના ઘરવાળાઓને સહરીના સમયે બચાવી નિકાળી લીધા.

૩૫. આ મારા તરફથી ઉપકાર હતો, અમે દરેક આભારીને આવી જ રીતે બદલો આપીએ છીએ.

૩૬. નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો.

૩૭. અને તેઓ (લૂત) પાસે તેમના મહેમાનોની માંગણી કરતા રહ્યા, બસ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) હવે મારો અઝાબ અને મારી ચેતવણીનો સ્વાદ ચાખો.

૩૮. અને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ અઝાબ નષ્ટ કરી દીધા.

૩૯. બસ! (અમે કહ્યું) કે હવે મારા અઝાબ અને મારી ચેતવણીઓનો સ્વાદ ચાખો.

૪૦. અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે.

૪૧. અને ફિરઔનની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા હતા.

૪૨. તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી દીધી . બસ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા.

૪૩. શું તમારા કાફિરો તેમના કરતા શ્રેષ્ઠ છે, અથવા તમારા માટે આકાશીય કિતાબોમાં નજાત લખી દેવામાં આવી છે?

૪૪. શું તે લોકો એવું કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે.

૪૫. નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે.

૪૬. પરંતુ તેમના વચનનો ખરેખર સમય તો કયામત છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે.

૪૭. નિ;શંક દુરાચારી લોકો ગુમરાહી પાગલપણામાં પડેલા છે.

૪૮. જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેમને કહેવામાં આવશે) હવે જહન્નમની આગનો મજા ચાખો.

૪૯. નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.

૫૦. અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે, જેમકે પલકવારમાં.

૫૧. અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર?

૫૨. જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે.

૫૩. (આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે.

૫૪. નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે.

૫૫. સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે.