عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Beneficient [Al-Rahman] - Gujarati translation

Surah The Beneficient [Al-Rahman] Ayah 78 Location Maccah Number 55

૧. અત્યંત દયાળુ છે.

૨. (જેણે) આ કુરઆન શીખવાડયું.

૩. તેણે જ માનવીનું સર્જન કર્યુ.

૪. (પછી) તેને બોલતા શીખવાડયું.

૫. સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે ચાલી રહ્યા છે.

૬. વેલો અને વૃક્ષો બન્ને સિજદો કરી રહ્યા છે.

૭. તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા.

૮. જેથી તમે તોલવામાં અતિરેક ન કરો.

૯. ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો.

૧૦. અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી.

૧૧. જેમાં (દરેક પ્રકારના) ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે.

૧૨. અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે.

૧૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૧૪. તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી.

૧૫. અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા.

૧૬. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૧૭. તે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો રબ છે

૧૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૧૯. તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે.

૨૦. (તો પણ) તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા.

૨૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૨૨. તે બન્ને દરિયાઓમાંથી મોતી અને પરવાળું નીકળે છે.

૨૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૨૪. અને સમુદ્રોમાં પર્વત માફક જે વહાણો ઉભા છે, તે બધું જ માલિકી હેઠળ છે.

૨૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૨૬. ધરતી પર જે કંઇ છે, તે નાશ પામશે.

૨૭. ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે.

૨૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૨૯. દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે.

૩૦. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૩૧. (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું.

૩૨. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૩૩. હે જિન્નાતો અને માનવીઓના જૂથો! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા.

૩૪. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૩૫. તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે તેનો સામનો નહી કરી શકો.

૩૬. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૩૭. બસ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું.

૩૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૩૯. તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે. (કે શું તેણે આ ગુનાહ કર્યો છે કે નહિ?)

૪૦. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૪૧. પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે.

૪૨. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૪૩. (અને તેમને કહેવામાં આવશે) કે આ છે તે જહન્નમ, જેને પાપીઓ જુઠલાવતા હતા.

૪૪. તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે.

૪૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૪૬. અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે બગીચાઓ હશે.

૪૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૪૮. (તે બન્ને બગીચા) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે.

૪૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૫૦. તે બન્ને (બગીચા) માં બે વહેતા ઝરણાં હશે.

૫૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૫૨. બન્ને બગીચામાં દરેક ફળો બે-બે પ્રકારના હશે.

૫૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૫૪. જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે, જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને બગીચાના ફળો ખુબ જ નજીક હશે.

૫૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૫૬. ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય.

૫૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૫૮. તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે.

૫૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૬૦. ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે છે?

૬૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૬૨. અને તે બન્ને બગીચા સિવાય બીજી બે બગીચાઓ પણ હશે.

૬૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૬૪. જે બન્ને ગીચ લીલાછમ હશે.

૬૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૬૬. તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા હશે.

૬૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૬૮. તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે.

૬૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૭૦. તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે.

૭૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૭૨. (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી હશે.

૭૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૭૪. તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નહીં લગાવ્યો હોય.

૭૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૭૬. લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે.

૭૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.

૭૮. તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે.