The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesBanning [At-Tahrim] - Gujarati translation
Surah Banning [At-Tahrim] Ayah 12 Location Madanah Number 66
૧. હે પયગંબર! જે વસ્તુને અલ્લાહએ તમારા માટે હલાલ કરી દીધી છે, તમે પોતાની પત્નીઓની ખુશ કરવા માટે તેને કેમ હરામ કરો છો? અને અલ્લાહ ખૂબ જ માફ કરવાવાળો,દયાળુ છે.
૨. અલ્લાહએ તમારા માટે (વ્યર્થ) સોગંદોને તોડવી જરૂરી કરી દીધું છે, અલ્લાહ જ તમારો જવાબદાર છે અને તે બધું જ જાણવાળો હિકમતવાળો છે.
૩. જ્યારે પયગંબરે પોતાની કોઈ પત્નીને એક ખાનગી વાત કહી, તેણીએ તે વાત (આગળ) કહીં દીધી અને અલ્લાહએ આ બાબત પોતાના પયગંબર પર જાહેર કરી દીધી, હવે પયગંબરે (તે પત્નીને) થોડીક વાતો કહી દીધી અને થોડીક વાતને ટાળી દીધી, પછી જ્યારે પયગંબરે તેણીને (ખાનગી વાત જાહેર કરવા બાબતે) કહ્યું તો તે પૂછવા લાગી કે તમને આ વિશે કોણે જાણ કરી, તો પયગંબરે કહ્યું, મને તેણે જાણ કરી, જે દરેક વાતને જાણવાવાળો અને તેની સંપૂર્ણ ખબર રાખનાર છે.
૪. (હે પયગંબરની બન્ને પત્નીઓ) જો તમે બન્ને અલ્લાહ સામે તૌબા કરી લો (તો ઘણુ જ સારુ છે) કારણકે તમારા દિલ ઝૂકી પડયા છે અને જો તમે પયગંબરના વિરોધ એકબીજાની મદદ કરશો (તો જાણી લો) તેના (પયગંબરની) મદદ કરનાર અલ્લાહ, જિબ્રઇલ અને સદાચારી ઇમાનવાળાઓ અને તેમના સિવાય ફરિશ્તાઓ પણ મદદ કરનાર છે.
૫. દૂર નથી કે (પયગંબર) તમને તલાક આપી દે તો નજીકમાં જ તેમને તેમનો પાલનહાર તમારા બદલામાં તમારાથી ઉત્તમ પત્નીઓ મેળવશે, જે મુસલમાન, મોમિન, આજ્ઞાકારી, તૌબા કરવાવાળી, બંદગી કરવાવાળી અને રોઝા રાખવાવાળી હશે, ભલેને તે વિધવા હોય અથવા કુમારીકા હોય.
૬. હે ઇમાનવાળાઓ! તમે પોતાને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો, જેનું ઇંધણ માનવીઓ અને પથ્થર છે, જેના પર સખત દિલવાળા, ક્ડક ફરિશ્તાઓ નક્કી છે, અલ્લાહ તેમને જે આદેશ આપે, તેની અવજ્ઞા નથી કરતા, અને તે જ કરે છે, જેનો તેમને આદેશ આપવામાં આવે છે.
૭. (તે દિવસે અલ્લાહ કાફિરોને કહેશે) આજે તમે બહાના ન બનાવશો, તમને ફકત તમારા કાર્યોનો બદલો જ આપવામાં આવશે.
૮. હે ઇમાનવાળાઓ! તમે અલ્લાહની સમક્ષ સાચી નિખાલસતાથી તૌબા કરો. નજીક છે કે તમારો પાલનહાર તમારા ગુનાહ દૂર કરી દેશે અને તમને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જે દિવસે અલ્લાહ તઆલા પયગંબર અને ઇમાનવાળાઓને જે તેમની સાથે છે તેમને અપમાનિત નહીં કરે. અલ્લાહનો પ્રકાશ તેમની સામે અને તેમની જમણી બાજુએ ફરતો હશે, તેઓ દુઆઓ કરતા હશે, હે અમારા પાલનહાર! અમને પરિપૂર્ણ પ્રકાશ આપ અને અમને માફ કરી દેં. ખરેખર તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
૯. હે પયગંબર! કાફિરો અને મુનાફિકો સાથે જિહાદ કરો, અને તેઓ પર સખતી કરો, તેમનું ઠેકાણું જહન્નમ છે, જે અત્યંત ખરાબ ઠેકાણું છે.
૧૦. અલ્લાહ તઆલાએ કાફિરો માટે નૂહ અને લૂત ની પત્નીઓનું ઉદાહરણ વર્ણન કરે છે, તે બન્ને અમારા બંદાઓ માંથી બે સદાચારી બંદાઓના લગ્નમાં હતી, પરંતુ તેણીઓએ પોતાના પતિ સાથે વિશ્ર્વાસઘાત કર્યો, બસ! તે બન્ને અલ્લાહની વિરુદ્વ પોતાની પત્નીઓના કઈ પણ કામ ન આવી શક્યા, અને આદેશ આપવામાં આવ્યો કે (હે સ્ત્રીઓ) જહન્નમમાં જનારાઓ સાથે તમે બન્ને પણ દાખલ થઇ જાઓ.
૧૧. અને અલ્લાહ તઆલાએ ઇમાનવાળાઓ માટે ફિરઔનની પત્નીનું ઉદાહરણ વર્ણન કરે છે, જ્યારે કે તેણે દુઆ કરી કે હે મારા પાલનહાર! મારા માટે પોતાની પાસે જન્નતમાં ઘર બનાવી દે. અને મને ફિરઔન અને તેના (ખરાબ) કાર્યોથી બચાવી લે અને મને અત્યાચારી લોકોથી બચાવી લે.
૧૨. અને મરયમ બિન્તે ઇમરાનનું (ઉદાહરણ પણ વર્ણન કરે છે) જેણે પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરી, પછી અમે અમારા તરફથી તેમાં એક જીવ ફૂંકી દીધો અને તેણીએ (મરયમ) પોતાના પાલનહારની વાતો અને તેની કિતાબોની પુષ્ટિ કરી અને તે બંદગી કરનારાઓ માંથી હતી.