The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Pen [Al-Qalam] - Gujarati translation
Surah The Pen [Al-Qalam] Ayah 52 Location Maccah Number 68
૧. નૂન,[1] કસમ છે કલમની અને તેની, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.
૨. તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.
૩. અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.
૪. અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.
૫. બસ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.
૬. કે તમારામાં થી કોણ પાગલપણામાં સપડાયેલો છે.
૭. નિ:શંક તમારો પાલનહાર ખૂબ જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકેલા છે અને કોણ સત્ય માર્ગ પર છે.
૮. બસ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.
૯. તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.
૧૦. અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે કસમો ખાઈ છે.
૧૧. જે નીચ, મહેણાંટોણા મારનાર અને ચાડી ખાનાર છે.
૧૨. ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી છે.
૧૩. અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.
૧૪. તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.
૧૫. જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો પહેલાના લોકોની કથા છે.
૧૬. અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.
૧૭. નિ:શંક અમે તેમની એવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે કસમ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.
૧૮. અને કોઈ (ફળ) બાકી નહીં રાખીએ.
૧૯. પછી તમારા પાલનહાર તરફથી એક આફત તે બગીચા પર આવી ગઈ જ્યારે કે હજુ તે લોકો સૂઈ રહ્યા હતા.
૨૦. બસ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે કપાયેલી ખેતી.
૨૧. હવે સવાર થતા જ તેઓ એકબીજાને પોકારવા લાગ્યા.
૨૨. કે અગર તમારે ફળ તોડવા હોય તો વહેલી પરોઢમાં પોતાની ખેતી તરફ ચાલી નીકળો.
૨૩. ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.
૨૪. કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.
૨૫. અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે (ફળ તોડવા માટે) સમર્થ છીએ.
૨૬. જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા છે.
૨૭. ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.
૨૮. તે લોકોમાં, જે વચલો હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા?
૨૯. તેઓ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક આપણે જ જાલિમ હતા.
૩૦. ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.
૩૧. કહેવા લાગ્યા ખૂબ અફસોસ! ખરેખર અમે જ વિદ્રોહી હતા.
૩૨. આશા છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.
૩૩. આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરતનનો અઝાબ તો આના કરતા મોટો હશે, કાશ તે લોકો જાણતા હોત.
૩૪. ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.
૩૫. શું અમે મુસલમાનો પાપીઓ જેવા કરી દઇશું .
૩૬. તમને શું થઇ ગયુ છે, કેવા નિર્ણયો કરો છો?
૩૭. શું તમારી પાસે કોઇ કિતાબ છે, જે તમે પઢતા હોય?
૩૮. કે તેમાં તમારી મનચાહી વાતો હોય?
૩૯. અથવા તો અમારા શિરે તમારી કેટલીક કસમો છે? જે કયામત સૂધી બાકી રહે, કે તમારા માટે તે બધુ જ છે, જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.
૪૦. (હે પયગંબર) તમે તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે?
૪૧. શું તેમના કોઇ ભાગીદાર છે? જો તે સાચા હોય તો પોત પોતાના ભાગીદારો લઇને આવે.
૪૨. જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.
૪૩. નજરો નીચી હશે અને તેમના પર અપમાન છવાઇ રહ્યુ હશે. તેઓ (દુનિયામાં) સિજદા કરવા માટે બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.
૪૪. બસ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.
૪૫. અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.
૪૬. શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો, જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.
૪૭. અથવા તો તેમની પાસે ગૈબનું ઇલ્મ છે, જેને તેઓ લખી રહ્યા હોય.
૪૮. બસ! તમે પોતાના પાલનહારનો આદેશ આવતા સુધી ધીરજ રાખો અને માછલીવાળા (યૂનુસ) જેવા ન થઇ જાવ, જ્યારે તેમણે અમને દુઃખના સમયે પોકાર્યા.
૪૯. અગર તેમના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે તેઓ ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવતા.
૫૦. તેમના પાલનહારે ફરી પસંદ કરી લીધા અને તેમને સદાચારી લોકોમાં કરી દીધા.
૫૧. અને કાફિરો જ્યારે કુરઆન સાભળે છે તો તમારી સામે એવે રીતે જુવે છે કે તેઓ તમને ડગમગાવી દેશે, અને કહે છે કે આ તો એક પાગલ છે.
૫૨. ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ છે.