The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe enshrouded one [Al-Muzzammil] - Gujarati translation
Surah The enshrouded one [Al-Muzzammil] Ayah 20 Location Maccah Number 73
૧. હે (મુહમ્મદ)! જેઓ ચાદર ઓઢી (સૂઈ ગયા છો)
૨. રાતના થોડો ભાગ છોડી બાકીની રાત (નમાઝ માટે) ઉભા રહો.
૩. રાતનો અડધો ભાગ અથવા તેનાથી સહેજ ઓછો ભાગ.
૪. અથવા તો તેના કરતા થોડુક વધારે, અને કુરઆન રુકી રુકીને (સ્પષ્ટ) પઢતા રહો.
૫. નિ:શંક અમે તમારા પર એક ભારે વાત ઉતારવાના છે.
૬. નિ:શંક રાતમાં ઉઠવું ખરેખર મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને કુરઆન પઢવા માટે યોગ્ય સમય છે.
૭. દિવસે તમને ખૂબ જ વ્યસ્તતા હોય છે.
૮. (એટલા માટે રાત્રે) તમે પોતાના પાલનહારના નામનું ઝિકર કરતા રહો અને દરેક વસ્તુ તરફ ધ્યાન હટાવી તેની જ તરફ પોતાનું ધ્યાન ધરો.
૯. તે પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર છે, તેના સિવાય કોઇ મઅબૂદ નથી, તમે તેને જ પોતાનો કારસાજ બનાવી લો.
૧૦. અને જે કઇં (કાફિરો) કહે છે તેના પર સબર કરો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.
૧૧. જુઠલાવનાર ખુશહાલ લોકોની બાબત મારા પર છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.
૧૨. નિ:શંક અમારી પાસે તેમના માટે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ પણ છે.
૧૩. અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી અઝાબ પણ છે.
૧૪. જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.
૧૫. નિ:શંક અમે તમારી તરફ એક પયગંબરને તમારા પર સાક્ષી બનાવી મોકલ્યો છે. જેવું કે અમે ફિરઔન તરફ એક પયગંબર મોકલ્યા હતા.
૧૬. તો ફિરઔને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધો.
૧૭. હવે જો તમે તે (રસૂલનો) ઇન્કાર કરશો, તો તે દિવસની (સખતીથી) કેમના બચી શકશો, જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેશે.
૧૮. જેની (સખતીથી) આકાશ ફાટી જશે, અને આ અલ્લાહ તઆલાનું વચન છે, જે પૂરું થઇને જ રહશે.
૧૯. નિ:શંક આ (કુરઆન) એક શિખામણ છે, બસ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો (માર્ગ) અપનાવી લેં.
૨૦. (હે પયગંબર) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અથવા અડધી રાત અથવા ક્યારેક એક- તૃતિયાંશ રાતમાં (નમાઝમાં) ઉભા થાય છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જાણે છે કે તમે સમયનો યોગ્ય અંદાજો નહીં કરી શકો બસ! તેણે તમારા પર કૃપા કરી, જેથી હવે જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું પઢી લો, તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધે છે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ કરે છે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકતા હોય, તેટલું પઢી લો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે માફી માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો, દયાળુ છે.