The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe rising of the dead [Al-Qiyama] - Gujarati translation
Surah The rising of the dead [Al-Qiyama] Ayah 40 Location Maccah Number 75
૧. હું કયામતના દિવસની કસમ ખાઉં છું
૨. અને ઠપકો આપનાર નફસની કસમ ખાઉં છું .
૩. શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા નહી કરી શકીએ?
૪. કેમ નહીં અમે આ વાત પર કુદરત ધરાવીએ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઈશુ.
૫. પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
૬. સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
૭. તો (તેનો જવાબ એ છે કે)જ્યારે નજર પથરાઇ જશે.
૮. અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
૯. સૂર્ય અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
૧૦. તે દિવસે માનવી કહેશે કે ક્યા ભાગીને જાવું?
૧૧. ના ના તેને કોઇ પનાહની જગ્યા નહીં મળે.
૧૨. આજે તો તારા પાલનહાર તરફ જ રુકવાનું છે.
૧૩. તે દિવસે માનવીને જણાવવામાં આવશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?
૧૪. પરંતુ માનવી સ્વયં પોતે પોતાને જોવાવાળો છે.
૧૫. ભલેને તે કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
૧૬. (હે પયગંબર) તમે કુરઆન મજીદને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
૧૭. તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
૧૮. પછી જ્યારે અમે તમને પઢાવી દઈએ તો પછી તેવી જ રીતે પઢો.
૧૯. પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
૨૦. ના ના, (સાચી વાત એ છે કે) તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
૨૧. અને આખિરતને છોડી બેઠા છો.
૨૨. તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
૨૩. પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
૨૪. અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
૨૫. સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
૨૬. ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
૨૭. અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે?
૨૮. અને મૃત્યુ પામનારને યકીન થઇ જાય છે કે આ તેની જુદાઈનો સમય છે.
૨૯. અને એક પિંડલી બીજી પિંડલી સાથે ભેગી થઇ જશે.
૩૦. આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
૩૧. તેણે ન તો પુષ્ટિ કરી અને ન તો નમાઝ પઢી.
૩૨. પરંતુ સત્યને જુઠલાવ્યુ અને મોઢું ફેરવી લીધું.
૩૩. પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
૩૪. ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
૩૫. પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
૩૬. શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
૩૭. શું તે વીર્યનું એક ટીપું ન હતો, જે ટપકાવવામાં આવ્યું હતું.
૩૮. પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેને ઠીક માનવી બનાવ્યો.
૩૯. પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
૪૦. શું (અલ્લાહ તઆલા) તે (વાત) પર કુદરત નથી ધરાવતો કે મૃતકને ફરી જીવિત કરી દે?