The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe emissaries [Al-Mursalat] - Gujarati translation
Surah The emissaries [Al-Mursalat] Ayah 50 Location Maccah Number 77
૧. તે હવાઓની કસમ! જે ધીમી ધીમે ચાલે છે.
૨. પછી તીવ્ર હવાઓની કસમ!
૩. પછી ઉકસાવીને વેરવિખેર કરનારા (વાદળોની) કસમ!.
૪. પછી સત્ય અને અસત્યને અલગ કરી દેનાર (ફરિશ્તાઓ)ની કસમ!
૫. અને વહી લાવનારા ફરિશ્તાઓની કસમ!
૬. જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.
૭. જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, તે નિ:શંક તે થઇને જ રહેશે.
૮. જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
૯. અને જ્યારે આકાશ ફોડી નાખવામાં આવશે.
૧૦. અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.
૧૧. અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.
૧૨. કેવા દિવસ માટે (આ બાબતમાં) વિલંબ કરવામાં આવ્યો.
૧૩. નિર્ણયના દિવસ માટે
૧૪. અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે?
૧૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૧૬. શું અમે પહેલાના લોકોને નષ્ટ નથી કર્યા?
૧૭. ફરી અમે તેમના પછી બીજાને મોકલતા રહીએ છીએ.
૧૮. અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.
૧૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૨૦. શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા?
૨૧. પછી અમે તેને એક સુરક્ષીત જગ્યાએ રાખ્યું.
૨૨. એક નક્કી કરેલ સમય સુધી.
૨૩. પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.
૨૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૨૫. શું અમે ધરતીને સમેટવાવાળી ન બનાવી?
૨૬. જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.
૨૭. અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.
૨૮. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૨૯. ચાલો! તે જ જહન્નમ તરફ, જેને તમે જુઠલાવતા રહ્યા.
૩૦. ચાલો! તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
૩૧. જે ન તો તે છાયડો ઠંડો હશે અને ન તો લૂ થી બચાવશે.
૩૨. તે એટલા મોટા મોટા આગના ગોળા ફેંકશે, જે મહેલ જેવા હશે.
૩૩. (ઉછળવાનાં કારણે એવા લાગશે) કે જેવું કે તે પીળા ઊંટો છે.
૩૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૩૫. આજ (નો દિવસ) એવો હશે કે તેઓ કઈ પણ બોલી નહીં શકે.
૩૬. અને ન તેમને બહાના માટે કોઈ તક આપવામાં આવશે.
૩૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૩૮. આ છે નિર્ણયનો દિવસ, અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.
૩૯. બસ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.
૪૦. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૪૧. નિ:શંક ડરવાવાળા (તે દિવસે) છાંયડામાં અને વહેતા ઝરણામાં હશે.
૪૨. અને જે ફળોની ઈચ્છા કરશે, તે તેમને મળશે.
૪૩. (હે જન્નતીઓ) મજાથી ખાવો પીવો, તે કાર્યોના બદલામાં, જે તમે કરતા રહ્યા.
૪૪. નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
૪૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૪૬. (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડાક જ દિવસ ખાઇ લો અને મોજ કરી લો, નિ:શંક તમે જ પાપી છો.
૪૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૪૮. તેમને જ્યારે તેમને (અલ્લાહ સામે) ઝૂકવાનું કહેવામાં આવતું તો તેઓ ઝુકતા ન હતા.
૪૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
૫૦. હવે આ વાત (કુરઆન) પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે?