The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesHe Frowned [Abasa] - Gujarati translation
Surah He Frowned [Abasa] Ayah 42 Location Maccah Number 80
૧. (પયગંબરે) મોઢું બનાવ્યું, અને મોં ફેરવી લીધું.
૨. (એટલા માટે) કે તેમની પાસે એક અંધ વ્યક્તિ આવી ગયો.
૩. તમને શું ખબર કદાચ તે સુધરવાની ઈચ્છા ધરાવતો.
૪. અથવા શિખામણ પ્રાપ્ત કરતો તો તેને તે શિખામણ લાભ પહોંચાડતી.
૫. પરંતુ જે વ્યક્તિ અવગણના કરે છે.
૬. તો તમે તેની તરફ (તેમની હિદાયત માટે) પૂરતુ ધ્યાન આપી રહ્યા છો.
૭. જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ તેમની કોઈ જવાબદારી નથી.
૮. અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે.
૯. અને તે ડરી (પણ) રહ્યો છે.
૧૦. તમે તેની તરફ બેધ્યાન છો.
૧૧. આવું ઠીક નથી, આ કુરઆન તો એક ઉપદેશ છે.
૧૨. જે ઈચ્છે તેને યાદ કરી લે.
૧૩. (આ તો) પ્રતિષ્ઠિત સહીફામાં (છે).
૧૪. જે ઉચ્ચ કક્ષાના છે અને પવિત્ર છે.
૧૫. તે એવા લખનારના હાથોમાં રહે છે,
૧૬. જેઓ આદરણીય અને પ્રામણિક છે.
૧૭. લઅનત થાય ઇન્સાન પર, તે કેવો કૃત્ઘની છે.
૧૮. અલ્લાહએ તેને કઈ વસ્તુ વડે પેદા કર્યો?
૧૯. એક ટીપા વડે તેને પેદા કર્યો, પછી તેની તકદીર (ભાગ્ય) નક્કી કર્યું.
૨૦. પછી તેના માટે માર્ગ સરળ કર્યો.
૨૧. પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો.
૨૨. પછી જ્યારે ઇચ્છશે તેને ફરીવાર જીવિત કરી દેશે.
૨૩. કદાપિ નહી, જે વાતનો તેને આદેશ આપવામાં આવ્યો હતો, તે આદેશનું પાલન નથી કર્યું.
૨૪. માનવીએ પોતાના ભોજન તરફ ધ્યાન ધરવું જોઈએ.
૨૫. નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું.
૨૬. પછી અમે જ ધરતીને ચીરી ફાડી.
૨૭. પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું.
૨૮. દ્રાક્ષ અને શાકભાજીઓ.
૨૯. જૈતૂન અને ખજુરો.
૩૦. અને હર્યા-ભર્યા બગીચા.
૩૧. અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો.
૩૨. આ બધું તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે ઉગાડ્યું.
૩૩. બસ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે.
૩૪. તે દિવસે માનવી પોતાના સગાભાઇથી ભાગશે.
૩૫. અને પોતાની માતા તેમજ પિતાથી,
૩૬. અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે.
૩૭. તે દિવસે દરેક વ્યક્તિની એવી પરિસ્થિતિ હશે, જે તેને (બીજાથી) અળગો કરી દેશે.
૩૮. તે દિવસે કેટલાક ચહેરા ચમકતા હશે.
૩૯. (જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે.
૪૦. અને કેટલાક ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે.
૪૧. તેમના પર કાળાશ છવાયેલી હશે.
૪૨. અને તેઓ તે લોકો હશે, જેઓ કાફિર અને દુરાચારી હતા.