عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Cleaving [AL-Infitar] - Gujarati translation

Surah The Cleaving [AL-Infitar] Ayah 19 Location Maccah Number 82

૧. જ્યારે આકાશ ફાટી પડશે.

૨. અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.

૩. અને જ્યારે દરિયાઓ વહેવા લાગશે.

૪. અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.

૫. (તે દિવસે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે, કે તેણે આગળ શું મમોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?

૬. હે માનવ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે.

૭. જે (પાલનહારે) તને પેદા કર્યો પછી ઠીક ઠાક કર્યો, પછી બરાબર બનાવ્યો.

૮. જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી તૈયાર કર્યો.

૯. કદાપિ નહી! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.

૧૦. નિ:શંક તમારા પર નિરીક્ષક (ફરિશ્તા) નક્કી છે.

૧૧. જે પ્રતિષ્ઠિત છે, કાર્યો લખનાર,

૧૨. તેઓ જાણે છે, જે કઈ તમે કરી રહ્યા છો.

૧૩. ખરેખર સદાચારી લોકો નેઅમતોમાં હશે.

૧૪. અને દુરચારી લોકો જહન્નમમાં હશે.

૧૫. બદલાના દિવસે તેમાં દાખલ કરી દેવામાં આવશે.

૧૬. અને તેઓ જહન્નમથી ગાયબ નથી થઇ શકતા.

૧૭. અને તમને શું ખબર બદલાનો દિવસ શું છે.

૧૮. ફરીવાર (કહું છું) તમને શું ખબર બદલાનો દિવસ શું છે?

૧૯. જે દિવસે કોઇ કોઇનામાટે કંઇ નહીં કરી શકતો હોય, તે દિવસે દરેક આદેશ અલ્લાહનો જ ચાલશે.