The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Mansions of the stars [Al-Burooj] - Gujarati translation
Surah The Mansions of the stars [Al-Burooj] Ayah 22 Location Maccah Number 85
૧. બુરૂજોવાળા આકાશની કસમ!
૨. અને તે દિવસની, જેનું વચન આપવામાં આવ્યું છે.
૩. હાજર થવાવાળા અને હાજર કરેલાની કસમ!
૪. અલ્લાહની લઅનત છે, તે ખાડા (ખોદનાર) લોકો પર.
૫. જેમાં ઇંધણવાળી આગ હતી.
૬. જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા.
૭. અને જે કઈ ઈમાનવાળાઓ સાથે કરી રહ્યા હતા, તેને પોતાની સામે જોઇ રહ્યા હતા.
૮. અને તે લોકોને ઇમાનવાળાઓની આ જ વાત ખરાબ લાગતી હતી કે તેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા, જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે.
૯. આકાશો અને જમીન પર બાદશાહત તેની જ છે અને દરેક વસ્તુ અલ્લાહ તઆલાની સામે જ છે.
૧૦. જે લોકોએ મોમિન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો, પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમનો અઝાબ છે અને તેમના માટે એવો અઝાબ છે, જે તેમને ભષ્મ કરી દેશે.
૧૧. નિ:શંક ઇમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમના માટે એવા બગીચા છે, જેની નીચે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે.
૧૨. નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે.
૧૩. તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે.
૧૪. તે ખૂબ માફ કરવાવાળો અને ખુબ જ મોહબ્બત કરનાર છે.
૧૫. અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે.
૧૬. જે ઇચ્છે, તેને કરી નાખનાર છે.
૧૭. શું તમારી પાસે સેનાઓની સુચના પહોંચી છે.?
૧૮. (એટલે કે) ફિરઔન અને ષમૂદના (લશ્કરોની)
૧૯. પરંતુ કાફિરો તો જુઠલાવવામાં લાગેલા છે.
૨૦. અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે.
૨૧. પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ.
૨૨. લૌહે મહફૂઝ માં (લખેલું) છે.